
*રક્તદાન શિબિર*
કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેક્નિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા વાર્ષિક સંમેલન, G-20 સમિટ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણીના ત્રીજા દિવસે (19 એપ્રિલ, 2023) રેડક્રોસ બ્લડ બેંક, ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું,
જેમાં 17 ફેકલ્ટી સભ્યો અને 44 વિદ્યાર્થીઓ દ્વારા કુલ 61 યુનિટ બ્લડ બેગનું દાન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભાગ લેનાર સર્વને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. રેડક્રોસ બ્લડ બેન્ક, ભરૂચ દ્વારા કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલને Certificate of Appreciation અર્પણ કરી
તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા
[wptube id="1252022"]








