BHARUCH

જંબુસર નગરના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પૂરવાર કરવા પાલિકા પ્રમુખનો ખુલ્લો પડકાર

જંબુસર નગર ના એસ.ટી.ડેપો સર્કલ થી પોલીસ લાઈન સુધી ના રૂપીયા એક કરોડ ત્રીસ લાખ ના ખર્ચે બનેલા નવા માર્ગ ઉપર વરસાદ ના કારણે બે થી ત્રણ જગ્યાએ માર્ગ બેસી જતા વિપક્ષ ધ્વારા કરાયેલ આક્ષેપ સંદર્ભે પાલિકા પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી એ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે હાલ જંબુસર શહેરના પોલીસ લાઈન થી ડેપો સર્કલ સુધીના નવા બનેલા રોડના ભ્રષ્ટાચાર વિશે વિરોધ પક્ષના નેતા સાકી હુસેન તેમજ કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી એ રીતે વાતો કરે છે કે ઘણા વર્ષોથી રોડ ખરાબ હતો અને નવો બન્યો તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે તે વાત તદ્દન ખોટી પાયા વગર ની છે. કોંગ્રેસ હોય કે અને જે લોકો ભ્રષ્ટાચાર ની વાત કરતા હોય તે લોકો કોઈપણ એજન્સી દ્વારા તપાસ કરાવી શકે છે. કામ ટેન્ડર મુજબ ને સારી ગુણવત્તાનું થયેલું છે. અને રોડ પર કોઈ પણ જગ્યાએ ભુવા પડેલા નથી માર્ગ ઉપર જે જગ્યાએ બેસી ગયેલ છે તે જગ્યાએ બે બાજુ પાણી નિકાલ નો રસ્તો ન હોવાથી અને આ રોડની સાથે વરસાદી કાંસ બનાવવાનું પણ મંજુર થયેલ હતું .પરંતુ તે કામમાં જુનો એસ.ઓ.આર પ્રમાણે વરસાદી કાંસ નુ કામ હતુ.જુના એસઓઆર કરતા ૨૦% ભાવ એબો આવવાથી તે કામ ૨૦ % એબો થી મંજૂર કરવા માટે સુરત પ્રાદેશિક કમિશનર ઓફિસમાં મોકલેલ છે. જે મંજુરી આવી જવાથી કાંસ નુ શરૂ થતા પાણીનો નિકાલ થશે અને રોડ તૂટવાની કોઈ સમસ્યા રહેશે નહીં.કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા તેમજ માજી ધારાસભ્યને ચેલેન્જ આપતા પ્રમુખ ભાવનાબેન રામી એ જણાવ્યુ હતુ કે આમાં થયેલો ભ્રષ્ટાચાર સાબિત કરીને બતાવો. સો ટકા કામ થયું છે.અને હજુ કામ ચાલુ જ છે. કોન્ટ્રાકટર ને પેમેન્ટ પૂરું ચૂકવ્યું નથી ફક્ત ૨૫ % પેમેન્ટ કોન્ટ્રાક્ટરને હજુ ચૂકવ્યું છે. હજુ રોડનું કામ ચાલુ જ છે. જંબુસર નો વિકાસ અને જંબુસરના બનેલા ડામર રોડ ત્યારે જ બચશે જ્યારે રોડની બન્ને બાજુ સાઈડ ઉપર ખાની પીની વાળાઓ એ કરેલા દબાણ અને આખો દિવસ ડામરના રોડ પર પાણી છાંટી છાંટી રોડ અને તોડવાનું કામ આ દબાણ કરનારા જ કરે છે.એટલે વહેલી તકે આ દબાણો પણ દૂર કરી અને રસ્તા સુરક્ષિત રહે એવા કાર્ય નગર પાલિકા કરવાની છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button