
ભરૂચ:મંગળવાર:મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ભરૂચ અને ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ભરૂચ ટીમના સયુંકત ઉપક્રમે ″“બેટી બચાવો બેટી પઢાવો″” યોજના અંગે જાગૃતિ સેમિનાર તા.૦૮/૦૧/૨૦૨૪ ના રોજ જંબુસરના કાવી ખાતે અલ હુડા પ્રાથમિક શાળામાં જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતો
આ કાર્યક્રમમાં D H E W (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન) ભરૂચ, કાવી પોલિસ સ્ટેશન સી ટીમ, શાળાના આચાર્યશ્રી, શાળાના સ્ટાફ ગણ અને વાલી મિત્રો હાજર રહેલ. આ જાગૃતિ શિબિર અંતર્ગત શાળાના ધોરણ ૩ થી ૮ બાળકોને સાયબર સેફટી, સોશ્યલ મીડિયાનો ઉપયોગ, સ્વરક્ષણ, ગુડ ટચ બેડ ટચ ,દીકરા દીકરી અંગેના ભેદભાવો, સુરક્ષાલક્ષી યોજનાઓ તેમજ હેલ્પલાઈન નંબર, મહિલાલક્ષી યોજનાઓ અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપેલ અને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બાળકોને પેન તથા પાઉચ વિતરણ કરી શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.









