BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા SNID મે-૨૦૨૩ પોલિયો કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૯૮.૬૧ % જેટલા બાળકોને પોલીયોના ટીંપા પીડાવવામાં આવ્યા

 

બાકી રહેલા તમામ બાળકોને ઘરે ઘરે જઈને પીવડાવાશે પોલીયોના બે ટીંપા

 

ભરૂચ જીલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા તા.૨૮ મી મે,૨૦૨૩ને રવિવારના રોજ કુલ ૯૮૮ બૂથ પર એસ.એન.આઈ.ડી. પોલીયો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. ત્યારે પોલિયો રાઉન્ડ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૨,૪૪,૧૦૬ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.જેની સામે કુલ ૨,૧૬,૮૭૦ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.વધુમાં હાઉસ ટુ હાઉસ ફરી કુલ ૨૩૮૩૮ જેટલા બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવેલ હતા.

આમ કુલ બુથ અને હાઉસ ટુ હાઉસ કામગીરી દરમિયાન કુલ ૨,૪૦,૭૦૮ એટલે કે ૯૮.૬૧ ટકા જેટલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તા. ૧ જુન થી તા.૨ જુન-૨૦૨૩ એમ બે દિવસ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ ફરી બાકી રહેલ તમામ બાળકોને આવરી લેવામાં આવશે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

 

[wptube id="1252022"]
Back to top button