
પતિને જવાબદારીનું ભાન કરાવતા અભયમ ભરુચ.
ભરૂચ:સોમવાર:ઝઘડિયા તાલુકાના નજીકના ગામમાંથી એક મહિલાનો ફોન આવેલ કે મારા પતિ કોઈ કામધંધો કરતા નથી અને કોઈ જવાબદારી લેતા નથી. જેમાં મદદરૂપ બનવા અનુરોધ કરતા અભયમ રેસક્યું ટીમ ભરુચ સ્થળ પર પહોંચી પતિને જવાબદારીનું ભાન કરાવતા પરણિતાને ખુબ રાહત પહોચી હતી.
મળતી માહિતી મુજબ નેહા બેન નામ બદલેલ છે તેમનાં પતિ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા નથી. અને પોતે કોઈ કામ માટે જાય તો પાછળ આવી પીછો કરે ને વહેમ કરે, કામ ધંધો કરવા નું કહે તો કૂવા માં પડી જઈશ તળાવ માં કૂદી જઈશ એ રીતે આત્મહત્યા કરવાની ધમકી આપે, વ્યસન કરીને ઝગડો કરે છે.
અભયમ ટીમે પતિ ને સામાજિક અને કાયદાકીય જવાબદારી નું ભાન કરાવ્યું હતું.વ્યસન કરી પત્નીને હેરાન કરવા અને આત્મહત્યા કરવાની ધમકી આપવી એ કાયદાકીય રીતે ગુનો થાય છે. પરિવારની જવાબદારી વિષે માહિતગાર કર્યાં હતા જેથી તેઓ ને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતિ નહી કરુ તેની ખાત્રી આપી હતી અને હવે નિયમિત આવક મળે તેવી કામગીરી કરીશ.
આમ અસરકારક કાઉન્સિલગ દ્વારા પરણિતાની સમસ્યાનું સમાધાન કરાવવામા આવ્યું હતું.

વાત્સલાયમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા








