BHARUCHNETRANG

નેત્રંગ નગરના શ્રેયાંસનાથ જિનાલયની ૫૦મી સાલગીરાને લઇને ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું.

નેત્રંગ નગરના શ્રેયાંસનાથ જિનાલયની ૫૦મી સાલગીરાને લઇને ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું.

 

તા.૨૮/૦૪/૨૦૨૩, શુક્રવાર.

નેત્રંગ નગરમાં આવેલ શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ૧૯૭૩ માં સ્થાપના કરવામાં આવી હતી. જેને ૨૦૨૩માં ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નેત્રંગ દ્વારા ત્રિદિવસય મહોત્સવનું શાનદાર આયોજન કરાયું છે.

 

આ ૫૦મી સાલગીરાની પૂર્ણાહુતિ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પ્રસંગે પૂજ્ય શ્રી પ્રેમ – ભુવનભાનુસૂરી સમુદાયના દીક્ષા દાને શ્વરી પ.પૂ. આચાર્ય ભ. શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન મધુરભાષી પ.પૂ.આચાર્ય ભ. શ્રી મુનીશરત્ન સુરિશ્વરજી મ.સા. આદિ ઠાણા

૫ ની સામૈયા સહ પધરામણી થઈ હતી. પૂજ્ય શ્રીએ માંગલિક પ્રવચનમાં ફરમાવ્યું હતું કે ” જીવનની ગાડીને મોક્ષમાર્ગ પર નોન-સ્ટોપ દોડવા ચાર ચીઝ જરૂરી છે. (૧) Art of appreciation (કદર કરવાની કળા), (૨) Art of Binding (બધાને જોડી રાખવાની કળા), (૩) Art of Compromise ( સમાધાન કરવાની કળા) અને (૪) Art of dreaming (સ્વપ્ન જોવાની કળા જોઈએ).

 

તા. ૩૦મી એપ્રિલ થી શરૂ થનાર આ ગોલ્ડન જુબ્લી પરની શાનદાર ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સામૈયા બાદ શ્રીમતી પુષ્પાબેન ચંપાલાલજી પટવા પરીવાર તરફથી નવકારશી રાખવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button