BHARUCH

જંબુસર તાલુકાનાં નાનકડાં સામોજ ગામમાં એક વિદ્યાર્થી પ્રથમ વખત ( એમબીબીએસ ) ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી

જંબુસર તાલુકાનાં નાનકડાં ગામ એવા સામોજ ગામે
એક ખેડૂત પરિવારમાં જન્મેલા વિદ્યાર્થીએ વિદ્યા અભ્યાસ તેમજ કૃષિ ક્ષેત્રમાં પણ મહેનત કરીને ‘સાહસ વગર સિદ્ધિ નથી ‘ એ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. જંબુસર શહેરથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલ સામોજ ગામમાં રહેતાં હાર્દિકકુમાર ભુપેન્દ્રભાઈ પઢીયારે એક ખેડૂત પરિવારમાં જન્મ લઇ માદરે વતન સામોજમાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યારબાદ તેઓએ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુળ સાળંગપુરમાં મેળવી અને ત્યારબાદ જી. એમ. ઈ .આર. એસ મેડિકલ કોલેજ વલસાડમાં એમબીબીએસની ડિગ્રીમાં ૬૪.૫૬ ટકા સાથે ઉતિર્ણ થઈ નાનકડાં ગામમાં ડોક્ટરની પદવી મેળવી સામોજ ગામ અને પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button