સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષા ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી ( દિશા ) ની બેઠક યોજાઈ.


બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૬/૨૦૨૩
ભરૂચ જિલ્લા કક્ષા ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ સમિતીની બેઠક (દિશા) બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ભરૂચ ખાતે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટરશ્રી તુષાર સુમેરા દ્નારા દીશા કમિટીના અધ્યકક્ષશ્રી મનસુખભાઈ વસાવાનું વારલી પેઈન્ટીંગની ભેટ આપી આવકાર્યા હતા.
આ બેઠકમાં ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતીના સભ્યો દ્નારા વિભાગને લગતી વિવિધ યોજના અને તેના એજન્ડા અને ફલશ્રુતિ અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં DRDA વિભાગ, શિક્ષણ વિભાગ, ICDS શાખા જેવા અન્ય તમામ વિભાગના સંકલન અધિકારીઓએ સરકારની યોજનઓનોની વર્ષ દરમ્યાનની કામગિરીની ફલશ્રુતીની વિગતો રજુ કરી હતી. આમ, ગવર્નીંગ બોડીની બેઠકમાં માર્ચ-૨૦૨૩ અંતિત તેમજ હાલની સ્થિતીના મિંટીંગના એજન્ડાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી કે. સ્વામી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તેમજ નેત્રંગ ,વાલિયા, હાંસોટ વગેરે તાલુકાઓના પ્રમુખઓ અને તમામ વિભાગના સંકલન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.








