BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ

  1. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ

—–

*જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલના વરદહસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૩-૨૪નું વિમોચન કરાયું*

—–

*વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ:ભરૂચની બેંકોનું રૂ.૬૯૨૮.૪૩ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો*

——

ભરૂચ:મંગળવાર:- ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંધલના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ હતી. આ વેળાએ અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંધલ સાહેબના વરદ હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૩-૨૪ નું વિમોચન કરાયું હતું.

ભરૂચ જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા રૂ.૬૯૨૮.૪૩ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે.

જિલ્લાની ૩૦ બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ..૩૯૧૧.૧૯ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂ..૨૧૮૨.૮૦ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ..૫૯૪.૧૮ કરોડ,શિક્ષણ લોન માટે રૂ..૭૮.૮૮ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેન્કોને રૂ.૩૪૬૨.૦૭ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે.જેમા બેન્ક ઓફ બરોડાને રૂ.૧૫૬૧.૩૯ કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ.૬૫૩.૦૩ કરોડ, ભરુચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.૮૦૪.૪૧.કરોડ, ગ્રામીણ બેંકને રૂ.૫૮૩.૬૩ કરોડ તેમજ તમામ ખાનગી બેન્કોને રૂ.૨૦૫૯.૧૨ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

આમોદ તાલુકાને રૂ..૨૪૯.૨૨ કરોડ, અંકલેશ્વર તાલુકાને રૂ..૧૫૯૮.૫૯ કરોડ, ભરુચ તાલુકાને રૂ..૩૦૬૬.૪૧ કરોડ, હાંસોટ તાલુકાને રૂ..૨૧૪.૨૯ કરોડ, જંબુસર તાલુકાને રૂ..૩૬૮.૭૨ કરોડ, ઝગડિયા તાલુકાને રૂ..૪૨૯.૭૧ કરોડ, વાગરા તાલુકાને રૂ.૬૩૬.૨૦ કરોડ, વાલિયા તાલુકાને રૂ..૧૮૬.૩૪ કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ..૧૭૮.૯૫ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

આ પ્રસંગે જિલ્લા રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર શ્રી સંસ્કાર વિજય, બેન્ક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી જીજ્ઞેશ પરમાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી જે બી દવે સાહેબ, બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી રાકેશ મિશ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ચીફ મેનેજર શ્રી હિમાંશુ જી, આર-સેટી ડાઇરેક્ટર શ્રી પરેશ વસાવા, ડીઆરડીએ ડીએલએમ શ્રી પ્રવીણ વસાવા, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ચીફ મેનેજર શ્રી સંજય પુરોહિત, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા તમામ બેન્કના જિલ્લા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button