BHARUCHBHARUCH CITY / TALUKO
વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો


વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં તાલુકામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે તાલુકાના લોકોએ રજૂઆત કરાઈ હતી જયારે જીલ્લા પોલીસ વડાએ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી. આ લોક દરબારમાં વિભાગીય પોલીસ વડા આર.આર.સરવૈયાજી, વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.ચુડાસમા અને પોલીસ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








