NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં અબ્રામા ગામે 35 વર્ષીય પરણિત યુવતીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં મળી આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ અબ્રામા ગામે રહેતી 35 વર્ષીય પરણિત મુક્તિ પટેલનું મૃતદેહ ઘરની પાછળના ભાગે આવેલ વાડામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળી આવી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ વેડચા ગામે મુક્તિ પટેલની સાસરવાડી હતી અને પિયર જલાલપોરના અબ્રામા ગામ હતું આ યુવતી પોતાના પિયર અબ્રામા ગામે ગતરોજ સાંજે કે સવારે આવી તે પરિવારને જાણ નથી પરિવારજનોને આજે સવારે ઘરની પાછળના ભાગે  ચપ્પલ અને એક પ્લાસ્ટિકની કોથળી મળી આવતા પરિવારજનો શોધખોળ આદરી હતી શોધખોળ દરમ્યાન મુક્તિ પટેલનું મૃતદેહ અર્ધ બડેલી ઘરની પાછળ આવેલ વાડામાંથી મળી આવતા પરિવારજનો સ્તંભ થઈ ગયા હતા. મુક્તિનો મૃતદેહ જોતા જ પરિવારજનો પર દુઃખોનું પહાડ તૂટી પડ્યુ હતું આ ઘટનાની જાણ જલાલપોર પોલીસ કરતા જિલ્લાનાં<span;> અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. FSL ની મદદથી તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જલાલપોર પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી વધુની તપાસ હાથ ધરી છે. જોકે મુક્તિ પટેલની હત્યા થઈ છે કે  તેને આત્મહત્યા થઈ એ અંગે રહસ્ય ઘુટાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button