
કાંટીપાડા ફોરેસ્ટ કંપનીમાં શોર્ટ-સક્રિટથી આગ લાગી હતી જે અસરગ્રત પરીવારને ધારાસભ્યએ રૂ.૧૦,૦૦૦ આપી સહાય માનવતા મહેકાવી

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટીપાડા ફોરેસ્ટ કંપનીમાં એક આદિવાસી પરીવારનું કોઈ અગમ્યા કારણોસર ઘરમાં એકાએક આગ લાગી હતી.જેમાં કપડા,અનાજ-કરીયાણું,ઘરવકરીનો સામાન અને જીવનજરૂરીયાતની ચીજવસ્તનો સામાન બળીને ખાખ થઇ જવા પામ્યુ હતું,ઘરમાં આગ લાગ્યાની ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તાત્કાલીક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પાણીનો છંટકાવ અને ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે પરીવારના સભ્યોને કોઇ જાનહાની કે ગંભીર ઇજાઓ પહોંચી નહતી.પોતાની નજર સામે જ ઘર આગની ઝપેટમાં બળીને ખાખ થઇ જતા પરીવારના સભ્યો ચિંતાતુર બની ગયા હતા.આ બાબતની ઘટનાની જાણ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને થતાં તાત્કાલીક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા.આગની ઘટનામાં પોતાનું ઘર ગુમાવનાર પરીવારના સભ્યોને સહાય પેટે રૂ.૧૦,૦૦૦ નો ચેક આપ્યો હતો.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના સંગઠનના પદાધિકારી જોડાયા હતા.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ.








