
જંબુસર તાલુકાના સારોદવાંટા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ એમ પટેલ અને નટવરસિંહ ચંદ્રસિંહ સિંધા વય નિવૃત થતા સારોદવાંટા ગામમાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સારોદવાંટાગામ પંચાયતમાં તલાટી તરીકે પાંચ વર્ષ સફળતાપૂર્વક ફરજ બજાવી વય નિવૃત થયા હતા. આ સમારંભમા સારોદવાંટા ગામ પંચાયત ના સરપંચ સરસ્વતીબેન ધર્મેન્દ્રસિંહ,સિંધા જંબુસર તાલુકા પ્રમુખ અંજુબેન અજીતસિંહ સિંધા અને ગામ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ કમલેશભાઈ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયપાલસિંહ પરમાર
કાવી ગામના આગેવાન વિજયસિંહ સિંધા ગ્રામ પંચાયત નો સ્ટાફ તલાટી કમ મંત્રી તેમજ આગેવાનો તેથી કામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સારોદવાંટા પ્રાથમિક શાળા ખાતે ઘનશ્યામભાઈ પટેલ અને નટવરસિંહ સિંધા ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની આભાર વિધિ દિલીપસિંહ ખુમાનસિંહ કરી હતી ત્યારબાદ પ્રીતિ ભોજન કરીને છુટા પડ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





