

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૧૨/૨૦૨૩
સમાજ શિક્ષિત થાય, શિક્ષણ થકી પોતાનો અને સમાજનો વિકાસ કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરતાં સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાન્ત વસાવા.
.સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તમામ શ્રેષ્ઠીઓનુ બહુમાન કરાયુ.
ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન કિકેટ ગ્રાઉન્ડ ખાતે “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું પ્રથમવાર સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક શ્રી ચંદ્રકાન્ત વસાવાના રાહબરા હેઠળ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતુ.
આ પ્રસંગે, સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”ના કાર્યકારી પ્રમુખ અને આયોજક શ્રી ચંદ્રકાન્ત વસાવાએ માધ્યમો સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ સભા ફ્કતને ફ્કત આદિવાસીઓના ઉત્થાન અને કલ્યાણની નેમ સાથે યોજવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા બાહુલ ગામડાઓના આગેવાનને રૂબરૂ મળી, તાલુકા અને જિલ્લા લેવલ સુધી તમામ આગેવાનોને મળી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
આ સભા પાછળનો હેતુ વસાવા સમાજ શિક્ષિત થાય, શિક્ષણ થકી પોતાનો અને સમાજનો વિકાસ કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને એકજૂઠ થઈ સમાજમાં જોવા મળતાં કુરિવાજો, બધીઓને જાકારો આપી સમાજને સારી દિશામાં વાળે એ છે.
વધુમાં, સદીઓથી ચાલી આવતી આદિવાસી લોકો તરફની માનસિકતાને બદલવાની એક નાનડકી શરૂઆત રૂપે શિક્ષણની જ્યોત જગાવી છે તેને પ્રજ્વલિત કરી વધુ આવનારા દિવસોમાં ઉચ્ચ શિક્ષણ, તેને લગતાં સેમિનારો, શિક્ષણ સહાય અને આરોગ્ય જેવાં વિષયો સાથે સમાજ માટે આ સંગઠન કામ કરતું રહેશે.
સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”માં આદીવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ,ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડીયાપાડાના વર્તમાન ધારસભ્ય ચેતર વસાવા ના પત્ની વર્ષા બેનવસાવા,કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા,ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા,સહિત અગ્રણી સભ્યોઓ, આદિવાસી સમાજ ના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજ નું ગૌરવ આપવાનાર યુવાનોઅને સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને આ સભામા અગ્રણી સામાજીક કાર્યકરો સહિત મોટી સંખ્યામા દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી
પડી હતી.








