
નેત્રંગ ના વણખૂંટા ગામ ખાતે ૯ વર્ષીય બાળક ને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૩/૦૯/૨૦૨૩
ભરૂચ જિલ્લા ના નેત્રંગતાલુકાના જંગલ વિસ્તાર ને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દીપડા ઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવ ના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડા ના આતંક ના કારણે બાળકે જીવ ગુમાવવા જેવી બાબત સામે આવી છે,
નેત્રંગ તાલુકા ના વણખુંટા ગામ ખાતે નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્ર ભાઈ વસાવા નાઓ ગત સાંજ ના સમયે વણખુંટા ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હ્તો, તે જ દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયા ને ખેંચી ને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
ઘટના અંગેની જાણ ગ્રામજનો ને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટ ને જાણ કરી બાળક ની શોધખોળ હાથ ધરી હતી જે બાદ જંગલ વિસ્તાર માંથી મૃત હાલત માં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળક ની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરીહતી
ક્વોટ બોક્ષ :-
આજરોજ તારીખ ૨/૯/૨૦૨૩ ના રોજ અશનાવી રાઉન્ડના કાર્ય વિસ્તારમાં આવેલ વણખુટા ગામે સલૈયાકુમાર દેવેન્દ્રભાઈ વસાવા ઉંમર વર્ષ-૯ સાંજના ૭-૦૦ વાગ્યાની આસપાસ ઘરની બહાર કુદરતી હાજતે ગયેલ હતો,તે સમયે પાછળ થી દીપડો આવી બાળકને ખેંચી ગયેલ હતો,જેની જાણ ફતેસિંગભાઈ વસાવા રોજમદાર દ્વારા રાત્રે ૧૦-૩૦ કલાકે ટેલીફોનીક મેસેજ મળતા ઝઘડીયા રેન્જ તથા નેત્રંગ રેન્જ ના અધિકારી/કર્મચારી/રોજમદારો સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થળ ચકાસણી કરી સ્થળ ચકાસણી કરતા બનવવાળી ઘટનાથી અડધો કિલોમીટર દૂર ખેતરના બાજુની ઝાડી માંથી લાશ મળી આવેલ હતી વન્યપ્રાણી દીપડા દ્વારા બાળકને મોઢાના ભાગે તથા પેટના ભાગે ખાઇ ગયેલ જોવા મળેલ જેની જાણ ગામલોકો દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશને કરવામાં આવી, નેત્રંગ પોલીસ દ્વારા લાશ ને પીએમ અર્થે નેત્રંગ સરકારી દવાખાને લઇ ગયેલ ત્યારબાદ બનાવવાળા સ્થળે તાત્કાલિક મારણ સાથે પિંજરા ગોઠવવામા આવેલ છે અને દીપડાને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે તથા ગામલોકોનો સાથ સહકાર આપેલ છે. : મીનાબેન પરમાર, આર.એફ.ઓ ઝઘડિયા