CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકાના ખોડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મડયો

 

 

 

મુકેશ પરમાર, નસવાડી

નસવાડી તાલુકા ખોડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ચેરમેનના હાથે કંકુ ચાંદલા કરી શ્રીફળ ફોળી રથનુ સ્વગાત કરાયું હતું અને દીપ પ્રગટાવીને કાર્યકમની શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાનો દ્રારા આવેલા મહેમાનોનુ ફૂલપુષ્પ આપીને સ્વગાત કરાયું હતું આ કાર્યક્રમના આરોગ્ય વિભાગ,ખેતીવાડી વિભાગ,આઇસીડીએસ વિભાગ, દિપક ફાઉન્ડેશન, તેમજ અન્ય વિભાગ દ્રારા પ્રજાને કઈ રીતે સરકારી લાભો મળે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જયારે આયુષ્યમાન કાર્ડ,પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના ગેસના બોટલ અને સગડી, નન્હી પરી યોજનાની કીટ, તેમજ અન્ય યોજનાનો લાભ પણ સ્થળ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો સરકારી લાભ ઘર આંગણે મળતા લોકોમાં ખુશી પણ છવાઈ હતી જયારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી,તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ ભીલ,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સિમીબેન ડું.ભીલ,ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન તડવી, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, યુવા મોરચા જિલ્લા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ,પૂર્વ ભાજપ પ્રમુખ જસુભાઈ ભીલ, પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાઠવા,પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ જસ્વાલ,તેમજ સરપંચ,તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button