ભરૂચ માં કોંગ્રેસ નું શક્તિ પ્રદશન યોજાયું હતું, બાઈક રેલી, સભાં અને પદયાત્રા નું આયોજન, મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

ભરૂચ માં કોંગ્રેસ નું શક્તિ પ્રદશન યોજાયું હતું, બાઈક રેલી, સભાં અને પદયાત્રા નું આયોજન, મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હત
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૮/૧૦/૨૦૨૩
ભરૂચ માં કોંગ્રેસ નું શક્તિ પ્રદશન જોવા મળ્યું હતું, પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, AICC ના પ્રભારી ઉષા નાયડુ અને યુવક કોંગ્રેસ ના રાષ્ટ્રીય પમુખ નિવાસ બીવીઃ સહિત ના આગેવાનો ની અધ્યક્ષતા માં વિવિધ કાર્યકમો યોજવા માં આવ્યા હતા, જેમાં પ્રથમ ભરૂચ યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો બાઈક યાત્રા નર્મદા ચોકડી ખાતેથી નીકળી હતી, જે યાત્રા ઝાડેશ્વર, મકતમ પૂર, કસક, પાંચબત્તી, શક્તિ નાથ થઈ પંડિત ઓમકાર નાથ ઠાકુર હોલ ખાતે પહોંચી હતી
ત્યાર બાદ પંડિત ઓમકાર નાથ ઠાકુર હોલ માં આયોજીત સભામાં કોંગ્રેસ ના દિગ્ગજ આગેવાનોએ કાર્યકરો અને હોદ્દેદારો ને સંભોધિત કર્યા હતા તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં ક્યા ક્યા મુદ્દા ઓને ધ્યાન માં લઈ પ્રજા વચ્ચે જવુ તે અંગેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સહિત ના કોંગી નેતાઓએ ઉપસ્થિત કાર્યકરો ને આપ્યા હતા,
બાદમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામે ના વિવિધ મુદ્દા ઓને લઈ એક પદયાત્રા નું પણ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પદયાત્રા ઓમકાર નાથ ઠાકુર હોલ થી નીકળી પાંચબત્તી થી શાલીમાર થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે જે બાદ જિલ્લા કલેકટર ને વિવિધ પ્રશ્ર્નો અંગેનું એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે,
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી,કોંગ્રેસ અગ્રણી શેર ખાન પઠાન, પ્રવક્તા નાજુ ફડવાલા, તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા








