
ભરૂચની લીમડીચોક પ્રાથમિક શાળા ખાતે ધ્વજારોહણ બાદ 9 વર્ષની બાળકીએ લીધી પ્રતિજ્ઞા
દેશને દુષણો સાથે પ્રદૂષણથી પણ મુક્ત બનાવવા દુર્વા મોદી સરેરાશ દરરોજ 1 અનુસાર વર્ષમાં 365 છોડ ઉગાડશે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૫/૦૮/૨૦૨૩
આજે આઝાદીના 77 સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક સરકારી અને જાહેર સ્થળ ઉપરાંત હર ઘર તિરંગા સાથે દેશભક્તિનો જુવાળ નજરે પડી રહ્યો છે. ભરૂચની લીમડીચોક પ્રાથમિક શાળા ખાતે નાની વયે સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વિદ્યાર્થીની દુર્વા મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ખુબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર દુર્વા મોદીએ ભરૂચની લીમડીચોક પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શાળાના સ્વતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમનો હિસ્સો બની હતી. દુર્વાએ આ અવસરે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. દુર્વા મોદીએ કહ્યું હતું કે આજથી આગામી સ્વતંત્ર પર્વ સુધી તે સરેરાશ દરરોજ એક છોડ મુજબ વર્ષમાં 365 છોડ વાવશે અને તેનું જતન કરશે. વિદ્યાર્થીની અનુસાર દેશ દુષણો સાથે પ્રદૂષણથી પણ મુક્ત રહે તે જરૂરી છે માટે તેણે ઝુંબેશ ઉપાડી આ કાર્યમાં જોડાવા અન્ય વિદ્યાર્થીઓને પણ અપીલ ક
રી હતી.








