
નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ: અભિયાન હેઠળ આયુષ્માન/હેલ્થ મેળો યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૧/૦૯/૨૦૨૩
ગત તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ રાજભવન ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજીના વરદ હસ્તે આયુષ્માન ભવ: કેમ્પેઇનનું ઇ લોન્ચિંગ સમગ્ર ભારતભરમાં કર્યું હતું.
જે અંતર્ગત આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરો
ગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિન થી તા. ૧૭.૦૯.૨૩ થી તા.૦૨.૦૧૦.૨૩ મહાત્મા ગાંધી જયંતી સુધી એક પખવાડીયા સુધી કરવામાં આવશે. આ પખવાડિયાને સેવા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર સેવા પખવાડીયા નિમિત્તે તા.૨૧/૦૯/૨૦૨૩ના રોજ નેત્રંગ તાલુકા કક્ષાના આયુષ્માન/હેલ્થ મેળાનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ.જે.એસ.દુલેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ આયુષ્માન/હેલ્થ મેળામાં ડૉ.કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ ભરૂચના સહયોગ થી કુલ ૧૧ જેટલા અલગ અલગ નિષ્ણાંતોની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ આયુષ્માન/હેલ્થ મેળોનો ૫૬૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ આયુષ્માન/હેલ્થ મેળોમાં ડૉ.જે.એસ.દુલેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), ડૉ.પરાગ સી. પંડ્યા, મેડીકલ કો.ઓર્ડીનેટર, ડૉ.આર.કે. બંસલ, સુપરિટેન્ડેન્ટ ડૉ.ડૉ.કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ ભરૂચ તેમજ નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ તેમજ નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.