ઝગડિયા તાલુકામા વાંધાજનક અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ સોસીયલ મીડિયામાં મુકનારા યુવાનને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરીછે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચનાઓ આપેલ હતી જે અંતર્ગત સોસીયલ મીડિયાના માધ્યમ વડે વાંધાજનક અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા ઈસમો પર વોચ રાખવાની કામગીરી ચાલુ હોઈ તેવામાં ઝગડિયા તાલુકાના હસીમ દીવાન ઉ.વ.૧૮ આ યુવાને સોસીયલ મીડિયામા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી પોસ્ટ મુકી હતી આ બાબતે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા રાજપારડી પોલીસે આ યુવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના સૂત્રોએ વધુ જણાવ્યું હતુંકે આ યુવાને ઇન્સ્ટાગ્રામના માધ્યમાંથી આ પોસ્ટ મુકી હતી આવી વાંધાજનક પોસ્ટથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહિ અને લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના મજબૂત બની રહે તે માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
[wptube id="1252022"]





