
થોડા દિવસો થી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહયો છે. વરસાદ ના કારણે અમુક વિસ્તાર માં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાયલા તાલુકાના મોટા ભાડલા ગામે એક દેશી મકાન માં મુકેશભાઈ જુગાભાઈ દેવીપૂજક પરિવાર રહેતો હતો ત્યારે અચાનક આજ વહેલી સવારે 3:00 વાગ્યાના અરસામાં ઓચિંતા મકાન ધરાશાહી થઈ ગયું, અંદર મુકેશભાઈ તેમના પરિવાર બાળકો સાથે સુતા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ હવે મુકેશભાઈ ના પરિવાર ની પરિસ્થિતિ પ્રમાણે એમને આશ્રય લઈ શકે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરે એવી પરિવાર તથા ગ્રામજનોની માંગણી છે.
આહેવાલ..
જેસીંગભાઇ સારોલા (સાયલા)
[wptube id="1252022"]

