Tankara:ટંકારા છત્તર ગામ નજીક અલ્ટો કારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

ટંકારા: છત્તર ગામ નજીક અલ્ટો કારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
ટંકારા: રાજકોટ-મોરબી હાઇવે ઉપર છત્તર ગામ નજીક અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખી હેરફેર કરતા રાજકોટના એક શખ્સની ટંકારા પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી પ્રમાણે ટંકારા પોલીસ દ્વારા રાજકોટ મોરબી હાઇવે ઉપર છત્તર ગામ નજીક ખજૂરા હોટલની સામેથી અલ્ટો કાર રજી. જીજે-૧૦-બીજી-૮૯૫૨માંથી વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩૨ બોટલ લઈને નીકળેલા આરોપી ભરતભાઇ રાવતભાઇ ડવ ઉવ.૨૩ રહે.કોઠારીયા મેઇન રોડ કેદારગેટ શેરી નં.૦૮ રાજકોટ અટક કરવામાં આવી હતી. ત્યારે ટંકારા પોલીસે અલ્ટો કાર તથા વિદેશી દારૂનો જથ્થો કિ. રૂ.૧,૩૮,૪૦૦/-નો મુદામાલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળની કાર્યવાહી હાથ ધરી હતી.
કામગીરી કરનાર અધિકારી પો.સબ.ઇન્સ.એમ.જે.ધાધલ તથા પો.સબ.ઇન્સ.પી.એલ.સેડા પોલીસ હેડ કોન્સટેબલ રાજેશભાઇ નથુભાઇ કણઝરીયા તથા મહેશદાન જસકણદાન ગઢવી તેમજ પો.કોન્સ અનિલભાઇ હરીભાઇ પરમાર તથા અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા કૃષ્ણરાજસિંહ પી.ઝાલા તથા ધવલભાઇ હેમરાજભાઇ ભાગીયા પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.