BANASKANTHA

વિદ્યાધામ- ભાગળ (પીં)શાળા સંકુલમાં ચિત્ર, મહેદી -કેશગૂંથન અને વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઈ

22 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ -ભાગળ (પીં ) સંચાલિત શ્રી એસ.ડી. એલ શાહ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓમાં રચનાત્મક અને હકારાત્મક અભિગમ કેળવાય અને હતાશા તેમજ માનસિક તણાવમાંથી તેઓ મુક્ત બને અને પોતાની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકે તેવા શુભ આશયથી વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ 22 વિદ્યાર્થીઓમાંથી પટેલ કિંજલ એસ (ધો- 11) પ્રથમ નંબરે અને નાયક દિવ્યા. આર (ધો- 11 )દ્વિતીય નંબરે પ્રાપ્ત કરેલ ત્યારબાદ મહેદી સ્પર્ધામાં ભાગ લેનાર 16 વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ નંબરે રાજપૂત સુનિતા. એચ (ધો- 12) અને દ્વિતીય નંબરે જુનરવાડિયા નિકિતા. ડી( ધો-10અ )આવેલ ત્યાર બાદ કેશ ગુંથન સ્પર્ધામાં ભાગ લેનાર આઠ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ નંબરે પ્રજાપતિ બિજલ.ડી (ધોરણ- 9 બ )અને દ્વિતીય નંબરે પ્રજાપતિ જાનવી. કે (ધો- 9બ )આવેલ અને શાળા વર્ગ સુશોભન સ્પર્ધામાં ધોરણ- 11 પ્રથમ નંબરે અને ધોરણ -9બ દ્વિતીય નંબર મેળવેલ છે. શાળા કક્ષા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી જયંતીભાઈ ચૌધરી અને ઉર્વીબેન. પટેલ એ કરેલ. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ-ભાગળ (પીં ) ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ અને શાળાના આચાર્ય શ્રી કિરીટકુમાર.જે. પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button