INTERNATIONAL
પૃથ્વી પર કુદરતી કહેર યથાવત,અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં આવ્યો 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂંકપ

અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનની ધરા 18 મિનિટની અંદર બે વાર ધ્રુજી હતી. પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6:07 અને 6:25 કલાકે ભૂકંપ આવ્યો હતો. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.

[wptube id="1252022"]





