MORBI:મોરબી ખુલ્લી ગટરની ચેમ્બરમાં બાળક ફસાયું, સદનસીબે રાહદારીઓએ બાળકનો બચાવ કર્યો

MORBI:મોરબી ખુલ્લી ગટરની ચેમ્બરમાં બાળક ફસાયું, સદનસીબે રાહદારીઓએ બાળકનો બચાવ કર્યો

આમ તો મોરબી નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા તરીકે ઓળખાય છે. પરંતુ નગરપાલિકાના જો કામની વાત કરીએ તો લોટ પાણીને લીટા જેવા કામો કરતી હોય છે. બીજી તરફ વાત કરીએ તો મોરબીમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે પરંતુ ખુલ્લી ગટરના ઢાંકણાઓ ના કારણે પડતી મુશ્કેલીઓ તો પારાવાર છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ બનતા હોય છે પરંતુ નગરપાલિકાને જાણે હા સમસ્યા દેખાતી જ ના હોય તેવું લાગી રહ્યું છે. તો અવારનવાર ગટરના ખુલ્લા ઢાંકણા ના કારણે અકસ્માતો થી વ્યક્તિના જીવ પર જોખમ ઊભું થતું હોય છે.

ત્યારે એક એવી ઘટના મોરબીના સ્ટેશન રોડ વિસ્તારમાં બની છે જેમાં એક નિર્દોષ બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સ્ટેશન રોડ પર આવેલ મેડિકલ કોલેજ નજીક ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરમાં એક નિર્દોષ બાળક અચાનક પડી ગયું હતું. ત્યારે આ ખુલ્લી ચેમ્બરમાં અચાનક જ પડી જતા ગભરાયેલ બાળક બૂમાબૂમ કરવા લાગ્યું હતું જેના કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ધ્યાને પડતા તાત્કાલિક ધોરણે ગટરની ખુલ્લી ચેમ્બરમાં ફસાયેલ બાળકને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ઉપરાંત રાહદારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે બાળકને ગટરની ખુલ્લી ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે રાહદારીઓ ની જાગૃતતા ના કારણે બાળકનો જીવ બચી ગયો હતો પરંતુ આ ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરના કારણે જો કોઈ અકસ્માત થાય અને કોઈ જીવ ગુમાવે તો તે માટે જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન છે….