

22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત “ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા” દ્રારા શાળા કક્ષાની નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેના વિષય હતા “વાતાવરણમાં ફેરફાર” અને “જાહેર આરોગ્ય”. જેમાં શાળાના કુલ ૨૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા દ્વારા બેસ્ટ ત્રણ વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રથમ નંબર શ્રુતિ ડી. ગોસ્વામી (ધો-૧૧ઈ), દ્રિતીય નંબર દિયા પી.ચૌધરી (ધો-૯બ), તૃતીય નંબર પાયલ બી. રબારી (ધો-૧૨ડ) પ્રાપ્ત કર્યો હતો. જેમને આજ રોજ પ્રાર્થના સભામાં ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા તરફથી અને શાળા તરફથી મેડલ અને પ્રોત્સાહિત ઈનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. આમ ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે તથા કેળવણી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.









