
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ
સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા કુવાઓમાં ગેસથી ગૂંગળામણના અકસ્માતો અટકાવવા નિર્ણય, સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી, સાયલા અને થાનગઢના ગામોમાં કાર્બોસેલ અન્ય ખનીજોના ગેરકાયદેસર ખોદકામથી થયેલા કુવાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ગેરકાયદેસર ખોદકામ અટકે તે માટે પુરાણની કામગીરી કરવામાં આવે છે પુરાણ કરેલા ગેરકાયદેસર કુવાઓ ફરીથી ખોલવાની પ્રવૃત્તિ અને આ કૂવામાં થતા ગેસ ગળતરથી ગૂંગળામણને કારણે ઘાતક અકસ્માતના બનાવો સામે આવતા આ જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગ્રામ્યજનોને જાગરૂક કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે આ અંગે જણાવ્યું કે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બંધ કૂવા ખોલી થતી ખનન સહિતની ગેરકાયેસર પ્રવૃત્તિઓ અને તેમાં રહેલા ઝેરી વાયુઓના જોખમ સામે સ્થાનિક ગામલોકોને જાગૃત કરવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, આર.એફ.ઓ, માઈન્સ સુપરવાઇઝર, જીપીસીબીના મદદનીશ ઇજનેર, લેબર ઇન્સ્પેકટર સરપંચ તલાટી એમ વિવિધ વિભાગના અધિકારીઓની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે સંબંધિત પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન નીચે આ ટીમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરેલાં કૂવામાં ઉત્પન્ન થતા ઘાતક ઝેરી વાયુઓના જોખમ અને આ પ્રવૃતિ ગેરકાયદેસર હોવા અંગે સમજણ આપશે.




