
26 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકાની અંતરીયાળ વિસ્તારમાં કેટલીક શાળાઓ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ છે એમાંની એક શાળા એટલે માધ્યમીક શાળા ટુંડીયા.આ શાળા માં ફરજ બજાવતા શિક્ષકો ને ગરીબ બાળકો માટે લગાવ હોય એ સ્વાભાવિક છે.કેટલાક શિક્ષક અને શિક્ષિકા ઓ માતા ના સ્તર સુધી પહોંચવા માં સફળ રહેતા હોય છે. અને બાળકો માટે જે કરવાનું હોય તે કરે છે.એવાજ એક બહેન એટલે ટુડીયા માધ્યમિક શાળા માં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકા શ્રીમતી ધરાબહેન બારોટ કે જેમણે આદિવાસી આશ્રમ શાળા માં ધોરણ ૧થી ૩ માં અભ્યાસ કરતાં નાના – નાના ભુલકાંઓ ને સ્વેટર વિતરણ કરી.સેવાનુ કામ કર્યું હતું . સમાજમાં આવા બાળક વાત્સલ્ય શિક્ષક અને શિક્ષિકાઓ છે ત્યાં સુધી ગમે તેટલી શિયાળામાં ઠંડી પડે શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત રહેશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.શિક્ષણ સાથે સેવા કરવા નો મોકો ધણા ઓછા લોકો ને મળે છે . આવા લોકો ભાગ્યશાળી હોય છે જેના હાથ બીજા ને આપવા લાંબા થતા હોય છે જે ધન્યવાદ ને પાત્ર હોય છે








