DHARAMPURVALSAD

ધરમપુરના સજનીબરડામાં યોગા ડે ની વિદ્યાર્થીઓની માનવ આકૃતિની રચના કરાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૧ જૂન

વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકામાં યોગ ભગાવે રોગ ઉક્તિને સાર્થક કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સજનીબરડા ગામની થોરાટ ફળિયા વર્ગશાળામાં બાલવાટિકાથી ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા ૧૪૩ બાળકોને શાળાના મુખ્ય શિક્ષક ચેતનભાઈ ડી. પટેલના માર્ગદર્શનમાં ૫ શિક્ષકો દ્વારા યોગ વિદ્યાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ શાળામાં યોગા ડે નો સંદેશ આપતી વિદ્યાર્થીઓની માનવ આકૃતિ બનાવવામાં આવી હતી. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી વિસ્તારમાં પણ યોગની ઉજવણી સાર્થક રહી હતી.

[wptube id="1252022"]
Back to top button