MORBI:મોરબી:’જીવવું હોય તો પૈસા આપવા પડશે’ તેમ કહી અનુ.જનજાતિના યુવાનને છરીના ઘા મારી લૂંટી લેવાયો

MORBI:મોરબી:’જીવવું હોય તો પૈસા આપવા પડશે’ તેમ કહી અનુ.જનજાતિના યુવાનને છરીના ઘા મારી લૂંટી લેવાયો
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના લીરેલીરા ઉડાડતો વધુ એક બનાવ બનવા પામ્યો છે. જેમાં વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં એક અનુ.જન જાતિનો યુવાન પોતાના મિત્રને રેલ્વે સ્ટેશન પાસે મૂકીને ઘરે પરત આવતો હોય ત્યારે બે અસામાજિક લુખ્ખા દ્વારા યુવાનના મોટર સાયકલ આડું પોતાનું મોટર સાયકલ ઉભું રાખી યુવાનને કહ્યું કે જીવવું હોય તો પૈસા આપવા પડે તેમ કહી બંને લુખ્ખામાંથી એક લુખ્ખાએ યુવાનને પકડી રાખી બીજા લુખ્ખાએ બળજબરીપૂર્વક યુવાનના ખિસ્સામાં રહેલ પાકીટમાંથી ૧૩ હજાર કાઢી લઇ પોતાના નેફામાં રહેલ છરી કાઢી યુવાનને હાથમાં અને સાથળના ભાગે છરીથી ઈજાઓ પહોંચાડી નાસી ગયા હતા સમગ્ર મામલે યુવકે હોસ્પિટલના બિછાનેથી બંને લુખ્ખાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહી સબબ એટ્રોસિટી સહિતની ભારે કલમો હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા રોહિદાસપરામાં રહેતા કિશોરભાઈ મનુભાઈ ચાવડાએ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા તથા અલ્યાસ ઉર્જ ભીમો હુસેનભાઇ સુમરા રહે.બંને મોરબી વીસીપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આ બંને લુખ્ખા આરોપીઓએ કિશોરભાઈના બાઈક આગળ પોતાનું બાઈક ઉભું રાખી બોલાચાલી કરી કિશોરભાઈને કહ્યું કે જીવવું હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરેલ હતી. જેના પ્રત્યુત્તરમાં કિશોરભાઈએ કહેલ કે મારી પાસે પૈસા નથીનું જણાવતા બંને લુખ્ખા તત્વો એકદમ ઉશ્કેરાઈ જઈ કિશોરભાઈને બાઇકમાંથી ઉતારી નીચે પછાડી દીધા હતા. ત્યારબાદ બંને લુખ્ખાઓનો પૈકી અલ્તાફે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી તથા અલ્યાસે કિશોરભાઈને પકડી રાખી બળજબરી પૂર્વક કિશોરભાઈનું ખિસ્સામાં રહેલ પાકીટ કાઢી લીધું હતું. જે પાકીટ પાછું લેવા જતા કિશોરભાઈને હાથમાં અંગુઠા અને સાથળના ભાગે છરીનો ઘા મારી પાકીટમાંથી બારથી તેર હજાર રૂપિયા રોકડા કાઢી લઇ પાકીટનો ઘા કરી દીધો હતો ત્યારબાદ કિશોરભાઈએ મદદ માટે રાડા રાડી કરતા આજુબાજુમાંથી કિશોરભાઈના મિત્ર સહિતના લોકો આવી જતા બંને લુખ્ખાઓ કિશોરભાઈના મોબાઈલમાં અને એક્સેસ મો.સાયકલમાં છરી અને પાટા મારી નુકસાની કરીને ત્યાંથી નાસી ગયા હતા.
બંને લુખાઓ દ્વારા ઈજાગ્રસ્ત કિશોરભાઈને તેના મિત્ર દ્વારા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લોહી લોહાણ હાલતમાં લાવતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલ કિશોરભાઈ સંપૂર્ણ સ્વસ્થ હાલતમા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને લુખ્ખા આરોપીઓ સામે આઇપીસી કલમ, જીપી એક્ટ તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.