MEHSANAVISNAGAR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે જન જાગૃતિ રેલી નીકળી

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે જન જાગૃતિ રેલી નીકળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે જનજાગૃતિ રેલી ડો વિજય ભાઈ પટેલ ના અધ્યક્ષતામાં નીકળી હતી જેમાં આશા વર્કર બહેનો નર્સ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા રેલીને પ્રસ્થાન તાલુકા પંચાયતના પ્રમુખ પરેશ ભાઈ ટી પટેલે કરાવ્યુ હતુ ડેન્ગ્યુ જાગૃતિ રેલી આરોગ્ય વિભાગ થી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ખત્રીકુવા ,કુમાર શાળા, ટીબી રોડ માર્કેટયાર્ડ બજાર થઇને રેફરલ હોસ્પિટલ ખાતે પરત ફરી હતી ડેન્ગ્યૂ દિવસ ને લઈને વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂ થી બચવા માટે ના વિવિધ બેનરો અને પોસ્ટરો તેમજ પત્રિકા ઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ અંગે ડોવિજયભાઈ પટેલે જણાવ્યું હતુકે જે રીતે મેલેરિયા જેવી બીમારી સામે આરોગ્ય વિભાગે લડત આપી છે તે રીતે ડેન્ગ્યૂ જેવી બીમારી ને નેસ્તનાબૂદ કરવા માટે સરકાર ના માર્ગદર્શન મૂજબ ડેન્ગ્યૂ દિવસ ની ઉજવણી કરી દૂર કરવા માટે આરોગ્ય વિભાગ હંમેશા પ્રયત્નશીલ રહેશે 16 મે એટલે ડેન્ગ્યૂ દિવસ ને યાદ કરી બીમારી થી બચવા માટે જનજાગૃતિ રેલી કાઢી લોકોને જાગૃત કરવા નો કાર્યક્રમ રાખી લોકોને જાગૃત કર્યા છે

[wptube id="1252022"]
Back to top button