WANKANER વાંકાનેર:ભીમગુડા ગામે વાડીની ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક પકડાયો

WANKANER વાંકાનેર:ભીમગુડા ગામે વાડીની ઓરડીમાંથી દારૂની બોટલો સાથે એક પકડાયો: રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર

વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી. સોનારા તથા તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાંથી દારૂ હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયા જાતે કોળી (૨૫) રહે. ભીમગુડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને અને તેને બળવંતસિંહ જીલુભા ઝાલા રહે. નાળધી તાલુકો મુળી વાળાએ માલ આપ્યો હોવાનું સામે આવ્યું છે તેમજ વીક્રમભાઇ ગગજીભાઇ અઘારા રહે. રામપર તાલુકો મુળી વાળો માલ આપી ગયો હોવાનું સામે આવેલ છે જેથી કરીને પોલીસે તે બંનેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે








