ENTERTAINMENT

આમિર ખાને ઉજવ્યો 58મો જન્મદિવસ, કારર્કીદીની શરૂઆતમાં પોતાની ફિલ્મના પોસ્ટર પણ લગાવ્યા હતા

બોલીવુડ એક્ટર આમિર ખાન આજે 14 માર્ચે તેનો 58મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આમિર ખાન માટે છેલ્લા કેટલાક વર્ષો બોક્સ ઓફિસ ઉપર સારા રહ્યા નથી પરંતુ તેમને હિંમત હારી નથી અને સતત પ્રયત્ન કરી અને બોલીવુડમાં તેનું એક નામ અને સ્થાન બનાવ્યું છે. જ્યારે તેમને શરૂઆત કરી હતી ત્યારે તેઓ ખુદ રોડ પર જઈને પગપાળા ફરી ફરીને પોતાના ફિલ્મના પોસ્ટર લગાવતા હતા.

આ સ્ટ્રગલથી તેમને એ શીખવા મળ્યું છે જે અત્યારે ઘણા બધા સ્ટાર્સને એક્ટર્સને શીખવાની જરૂરિયાત છે. આમ તો જિંદગીના સંઘર્ષ માત્ર અભિનેતાઓને નહીં પરંતુ સામાન્ય માણસને પણ શીખવા પડતા હોય છે. આમિર ખાન એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મોમાં આવા પહેલા તે એક સ્ટુડન્ટ હતા. ક્યારે તેઓ માત્ર કોલેજની અંદર કરતા બહાર વધારે સમય વિતાવતા હતા.

તેઓ લગભગ કોલેજે મોડા જ પહોંચતા. અને ત્યાર પછી મિત્રો સાથે ફરવા ઉપડી જતા. આમીરખાને કહ્યું હતું કે તેઓ એક્ટિંગ પહેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મોમાં ત્રણ વર્ષ સુધી પોતાના કાકા સાથે જ કામ કર્યું હતું. જ્યારે કયામત સે કયામત તક રિલીઝ થઈ તે સમયે આમિર ખાન પોતે ફિલ્મોના પોસ્ટર અને સ્ટીકર જાતે રોડ ઉપર વેચવા નીકળતા. લોકોની ઘરે ઘરે જઈને તેઓ અપીલ કરતાં કે તેમની આ ફિલ્મ લોકો જુએ. તેઓ રીક્ષાની પાછળ પોસ્ટર લગાવવા માટે રીક્ષા ચાલકને અપીલ કરતા. આ રીતે આટલા આવા સંઘર્ષ બાદ તેમને મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને આજે સફળતાના શિખરો સર કરે છે

[wptube id="1252022"]
Back to top button