GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:માનસીક અસ્થીર યુવકને પરીવારને સોંપતી ટંકારા પોલીસ

માનસીક અસ્થીર યુવકને પરીવારને સોંપતી ટંકારા પોલીસ

ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં ગઈ તારીખ-૧૧-૧૨-૧૩/૦૨/૨૦૨૪ ના સ્વામી દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા માનવ મેદની આવેલ હોય જે બંદોબસ્તમાં કંટ્રોલ રૂમ ટંકારા બનાવેલ હોય જેમા ટંકારા પો.સ્ટે.ના તથા અમારા મોબાઇલ નંબર લખેલ હોય આ કાર્યક્રમમા અલગ અલગ રાજયોમાંથી માણસો આવેલ હોય અને ગઈ તારીખ- ૧૩/૦૨/૨૦૨૪ ના કલાક ૨૩/૦૦ વાગ્યાથી અમો સ.વા-૦૧ મોબાઇલમા જનરલ નાઇટ રાઉન્ડમા હતા ત્યારે કલાક ૨૩/૩૦ વાગ્યે મોબાઇલ નંબર-૯૮૧૦૦ ૩૦૨૭૬ ઉપરથી અમોને શ્રુતીબેનનો ફોન આવેલ અને પોલીસ મદદ માંગેલ કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આ કાર્યક્રમમા આવેલ હોય અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય ઉ.વ-૩૪ નો જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહેલ હોય અને અમોને મદદ માટે જણાવતા અમોએ અમારા પરીચીત રાજકોટ જી.આર.પી પો.કોન્સ વનરાજભાઇને જાણ કરેલ અને તેઓએ રેલ્વે સ્ટેશનમા તપાસ કરતા આ માનસીક અસ્થીર યતીશ આર્ય મળી આવેલ હોય અને તેઓ પાસે કોઈ લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી અમોને જાણ કરતા અમોએ ઉપરી અધિ.શ્રીને બનાવની જાણ કરી માનસીક અસ્થીર યતીશ આર્યને ટંકારા પો.સ્ટે લાવેલ હોય જેની સાર સંભાળ રાખી તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્ય નો સંપર્ક કરી તેઓને અત્રે ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હોય જેઓ આજરોજ ટંકારા પો.સ્ટે આવી જતા તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર યતીશ આર્ય સોંપી આપેલ છે.

પો.સબ.ઇન્સ. એમ.જે.ઘાધલ તથા પો.સબ.ઇન્સ. પી.એલ.શેડા સાહેબ તથા પો.હેડ.કોન્સ શાહિદભાઈ સીદીકી તથા ડ્રા.પો.કોન્સ સાલેમામદભાઇ હાજીભાઇ તથા હોમગાર્ડ અરૂણભાઈ પરમાર એ પોલીસ સ્ટાફ ના માણસો કામગીરી કરી હતી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button