
તા.૧૭/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ધો. ૧ થી ૮ ના દિવ્યાંગ વિદ્યાર્થીને રૂા. ૧,૫૦૦ની મળે છે શિષ્યવૃતિ
રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ દરમિયાન ૫૦૭ દિવ્યાંગોને શિષ્યાવૃત્તિ મંજુર કરાઈ છે. ધો. ૧ થી ૮ ના દિવ્યાંગ વિદ્યાર્થીને રૂા. ૧,૫૦૦ ની શિષ્યવૃતિ મળે છે. દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરી આપવામાં આવે છે તેમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસિયા દ્વારા જણાવાયું છે.

દિવ્યાંગ શિષ્યવૃત્તિ મેળવવા માટે ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મેળવી શકે છે. અભ્યાસ કરતાં દિવ્યાંગ કે વિદ્યાર્થીની દિવ્યાંગ ટકાવારી ૪૦% થી ઓછી હોવી ન જોઇએ. તેઓ દ્વારા છેલ્લી વાર્ષિક પરીક્ષા ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉતિર્ણ થયેલ હોવા જોઈએ. તેને અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે. વિશેષ રીતે સરકારશ્રી તરફથી આવકનું ધોરણ રદ કરવામાં આવ્યું છે.
દિવ્યાંગ શિષ્યવૃત્તિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવામાં દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ તથા જે તે વિભાગના તબીબનું ટકાવારી પ્રમાણપત્ર સરકારશ્રી તરફથી આવકનું ધોરણ રદ કરવામાં આવ્યું છે. ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ અરજદારની રાષ્ટ્રિયકૃત બેંક પાસબુકની પ્રામાણિત નકલ. અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ જોડવાની રહે છે.
દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫મી જૂન થી ૩૧મી ઓગષ્ટ સુધી મળવા પાત્ર છે. જેની અરજી જે તે સ્કુલના પ્રિન્સીપાલશ્રી દ્વારા Digital Gujarat પોર્ટલ મારફત ઓનલાઇન કરવાની રહે છે. વધુ વિગતો માટે SAMAJKALYAN.GUJARAT.GOV.IN વેબસાઈટ પરથી મળી શકશે, સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બહુમાળી ભવનની કચેરીને તે અંગેની દરખાસ્ત રજુ કરવાની જવાબદારી સંબંધિત શાળા કોલેજના આચાર્યશ્રીની રહે છે.








