

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભારત વિદ્યાલય સાધલી શાળા ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ માં કરજણ શિનોર નાં ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર RFO આર.ડી.દવે, બીટગાર્ડ વિપુલભાઈ રબારી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના ભરતભાઇ મોરે, ઋત્વિક પટેલ, અશોકભાઈ પટેલ, શાળા આચાર્ય, પટેલ વિકાસભાઈ, સહિત ભારત વિદ્યાલય સ્ટાફ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
કરજણ.શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, RFO સહિત અતિથિ મહાનુભાઓ એ વૃક્ષા રોપણ નો લાભ લીધો..
ધારાસભ્ય અક્ષય પટેલે શિનોર તાલુકા વન વિભાગ ની કચેરી નવી બને માટે જમીન ફાળવણી કરવા નો આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિનોર તાલુકા ના તમામ વોલેન્ટીયરો ને ધારાસભ્ય તેમજ અધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]









