GUJARATNAVSARI

નવસારી નગરપાલિકાના મેઘવાળ નગરમાં ગાય ખુલ્લી ગટરમાં ખાબકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

બોક્સ – ભૂતકાળમાં એજ વિસ્તારમાં પાણી ભરાઈ જતા નિરીક્ષણ માટે ગયેલ નગરપાલિકાના પૂર્વપ્રમુખ અને ચીફ ઓફિસર ગટરમાં પડ્યા હતા છતાં ખુલ્લી ગટરનું કોઈ નિર્ણય ન લેવાતા સ્થાનિકોમાં અનેકો પ્રશ્નાર્થો સર્જાયા છે.

——

નવસારી નગરપાલિકાના મેઘવાળ નગરમાં પાલિકાની ઘોર બેદરકારી એ ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિજલપોર- નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા મેઘવાળ નગરની ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રાહદારીઓમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો સદ નસીબે સ્થાનિકોની નજર પડતા તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમદ બાદ ગાય ને બચાવી લીધી હતી. જ્યારે ભૂતકાળમાં આ જ વિસ્તારમાં નગર પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર પણ ખુલ્લી ગટર માં પડ્યા હતાં છતાં પણ આ ગટર ખુલ્લી અવસ્થામાં પડી છે ઘણો સમય વિતવા છતાં સમસ્યા ઠેરના ઠેર રહેતા કોઈ મોટી અકસ્માત ઘટનાને નોંતરી રહી છે. આ ખુલ્લી ગટર અંગે નગરપાલિકાના હોદેદારો તેમજ અધિકારીઓ વહેલી તકે ખુલ્લી ગટર નું સમાર કામ હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button