
મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે દેશનો ૭૭મો સ્વાતંત્ર્ય પર્વ
મોરબી શહેરમાં દેશના ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯-૦૦ કલાકે થનાર છે. જેમાં મામલતદારશ્રીના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
આ કાર્યક્રમની શરૂઆત સવારે ધ્વજારોહણ સાથે થશે, ત્યારબાદ ૯-૦૦ કલાકે મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેર, મોરબી(શહેર)શ્રી એચ. આર. સાંચલાના વરદ્ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને તેઓ દ્વારા પ્લાટુન નિરિક્ષણ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરીને મામલતદારશ્રી દ્વારા કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મોરબી શહેરની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા મોરબી શહેર મામલતદર કચેરી દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
[wptube id="1252022"]