ARAVALLIMEGHRAJ

મેઘરજ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ ને લઇ જનજાગૃતિ  કાર્યક્રમનું આયોજન કરાયું 

અરવલ્લી

અહેવાલ :-હિતેન્દ્ર પટેલ

મેઘરજ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ ને લઇ જનજાગૃતિ  કાર્યક્રમનું આયોજન કરાયું

સરકારશ્રીના કરૂણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત મે. એસ.એમ.ડામોર ,નાયબ વન સંરક્ષકશ્રી અરવલ્લી વન વિભાગ અને મે.એસ.ડી.૫ટેલ , નાયબ વન સંરક્ષકશ્રી , સામાજીક વનીકરણ વિભાગ , સા.કાં-હિંમતનગર ના માર્ગદર્શન મુજબ વિસ્તરણ અને ક્ષેત્રીય રેંજ મેઘરજના સ્ટાફઘ્વારા મોટર સાયકલ ઘ્વારા રેલી કાઢવામાં આવી હતી તે અંતર્ગત કરૂણા અભિયાન અને ૫ક્ષી ને સારવાર તેમજ બચાવ પ્રવુતિના બેનરો સાથે રેંજ કચેરી થી મેઘરજ શહેરમાં રેલી કાઢી હતી અને જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.સદર રેલી નું આયોજન વિસ્તરણ રેંજ ફોરેસ્ટ ઓફિસર અધિકારી શ્રી એમ.જ.દોમડા અને એસ.પી.  રહેવરના માર્ગદર્ગન હેઠળ આયોજન કરી વિસ્તરણ અને ક્ષેત્રિય રેંજના કર્મચારીઓ તેમજ રોજમદારો જોડાયા હતા અને મેઘરજ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણન થાય તેમજ ૫ક્ષીઓને દોરીથી કોઇ ઇજા ન થાયતેની સમજણ આપી હતી

[wptube id="1252022"]
Back to top button