NAVSARI

વાંસદા તાલુકાનાં ખંભાલિયા ગામનો મસ્જિદ ફળિયાનો રસ્તો બિસ્માર અવસ્થામાં

વાંસદા તાલુકાનાં ખંભાલિયા ગામનો મસ્જિદ ફળિયાનો રસ્તો બિસ્માર અવસ્થામાં

 

ગ્રામપંચાયત દ્વારા દર વખતે રસ્તો બની જશે એવુ માત્ર આશ્વાશન જ આપી રહી છે.

 

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા

 

વાંસદા તાલુકાના ખંભાલિયા ગામખાતે મસ્જિદ ફળિયામાં વર્ષોથી રસ્તો બિસ્માર હાલતમાં મસ્જિદ ફળિયાના રહીશોની રસ્તા માટે રજુઆત ચોમાસામાં રસ્તાને લઈ મોટી હાલાકી ભોગવી રહ્યા છે ત્યાં નાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘર આંગણેના રસ્તાને લઈ વારંવાર અનેક રજુઆતો કરવામાં આવી હતી જેને લઈ ગ્રામપંચાયત દ્વારા દર વખતે રસ્તો બની જશે એવું માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે પરંતુ રસ્તો બનાવવામા તંત્ર વામળું પુરવાર થઇ રહ્યું છે.

વર્ષો જૂનો રસ્તો હોવાથી રસ્તા માં મેટલ અને કપચી બહાર નીકળેલા જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને અનેકવાર વાહનોમાં પંક્ચર પડવાની તેમજ વાહનો લઈ પટકાવવા ની ઘટના પણ વારંવાર બની હોવાનું જાણવા મળેલ છે તેમજ રસ્તા પર આજદિન સુધી રિકાર્પેટિંગ ન કરવાને કારણે રસ્તો ઉબડ ખાબડ બનવા પામ્યો હોય જેને લઈ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગામની દરેક ગલીઓમાં ગ્રામપંચાયત દ્વારા બ્લોક પાથરવામાં આવ્યા હોય તો મસ્જિદ ફળોયાના રસ્તાને બનાવવવામાં તંત્ર કેમ આળસ કરી રહ્યું છે.

આ રસ્તા બાબતે સ્થાનિકોએ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી સમયે ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર પણ લગાવ્યા હતા જે બાદ તંત્ર દ્વારા સ્થાનિકોને સમજાવી રસ્તો બનાવવી આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ચૂંટણી પુરી થઇને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હાલમાં પણ રસ્તાની સ્થિતિ યથાવત રહેતા રસ્તાને લઈ ચોમાસામાં હાલાકી ભોગવી રહેલા સ્થનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આવનાર દિવસોમાં સ્થાનિકો દ્વારા આ બાબતે પ્રાંત અધિકારીને ઉગ્ર રજુવાત કરવામાં આવશે.

 

બોક્ષ: વર્ષોથી આમરી રસ્તાની માંગણી સ્વીકારવામાં આવી નથી રસ્તો બિસ્માર હોવાને કારણે ચોમાસામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રસ્તા માટે રજુવાતો કરી છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો રસ્તો બાનવી આપવાની માત્ર વાતો કરવામાં આવી પરંતુ માત્ર કાગળ પર રસ્તો બનાવી આપ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે જો આવનાર દિવસોમાં રસ્તો બનાવવામાં નહિ આવેતો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું- કિશોરભાઈ ભંડારી સ્થાનિક રહીશ

[wptube id="1252022"]
Back to top button