MORBI:મોરબી જીલ્લામાં વિવિધ એકમોમાં નીતિ નિયમોની અમલવારી માટે કરેલ કામગીરીની કલેકટરે સમીક્ષા કરી! બાંધકામ ની મંજૂરી વગર નાં લોકો પોતાની રીતે જ પાણી, ગટર નાં કનેક્શન આપી દેછે! તેની સમીક્ષા કરી?

મોરબી જીલ્લામાં વિવિધ એકમોમાં નીતિ નિયમોની અમલવારી માટે કરેલ કામગીરીની કલેકટરે સમીક્ષા કરી! બાંધકામ ની મંજૂરી વગર નાં લોકો પોતાની રીતે જ પાણી, ગટર નાં કનેક્શન આપી દેછે! તેની સમીક્ષા કરી?
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)મોરબી જિલ્લામાં ગેમઝોન, રેસીડેન્સિયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ, કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ્સ વગેરેમાં ફાયર સેફટી, બી.યુ. પરવાનગી તેમજ એન.ઓ.સી. સહિતના નિયમોની અમલવારી અંગે મોરબી જિલ્લામાં થયેલી કામગીરી બાબતે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોરબી શહેર માં ક્યારેય બાંધકામ ની મંજૂરી ન મળી શકે તેવા દશ માળના એપારમેન્ટ કોઈપણ જાતની મંજૂરી વગર નીતિ નિયમનો પાલન વગર ખડકી દેવામાં આવ્યા છે અને કોઈ વહીવટી તંત્રની મંજૂરી લીધા વગર પાણીના કનેક્શન ના કનેક્શન ભૂગર્ભ ગટરના કનેક્શન પોતાની જાતે મેળવી લીધા છે તેમજ આજની તારીખે હજુ પણ બિનઅધિકૃત બાંધકામો ચાલી રહ્યા છે તો આ બાબતે શું સમીક્ષા કરી! તેવી હાલ શહેરીજનોમાં એક ચર્ચા શરૂ થઈ છે ત્યારે એક અરજી માં તો તદન રીપોર્ટ ખોટો કર્યો છે તેની સમીક્ષા કરી? તો આ બાબતે પણ ગંભીરતાથી સમીક્ષા કરવી જોઈએ તેવી લોક લાગણી અને માંગણી ઉઠી છે. ત્યારે
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં એન.ઓ.સી. અને ફાયર સેફટી સહિતના નિયમોની અમલવારી અંગેની કામગીરી પ્રજાને મુશ્કેલી ન પડે તેવી રીતે કરવામાં આવી રહી છે. જે એકમોમાં નોટિસ આપ્યા બાદ નિયમો અનુસાર જરૂરી પૂર્તતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું હતું. જે એકમોમાં નોટિસને ધ્યાનમાં લેવામાં આવી ન હોય ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરી કાયદાની યોગ્ય અમલવારી કરાવવામાં આવે તે માટે પણ તેમણે સૂચના આપી હતી. વહિવટી તંત્ર પ્રજાનું હિત પ્રથમ છે જેથી સીલ કરવામાં આવેલા કે બંધ કરાયેલા એકમો જો નીતિ નિયમો અનુસારની જરૂરી પૂર્તતા કરે તેવા એકમોમાં સીલ ખોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ ગેરકાયદેસર રેસીડેન્સીયલ બિલ્ડીંગ બાબતે સજાગ રહેવું પડશે. નવા બની રહેલા એકમોમાં જે એકમોમાં યોગ્ય પ્લાનની અમલવારી થઈ હોય અને ઓથોરિટીની નિમણૂંક હોય તેમને જ બાંધકામ માટેની પરવાનગી આપવા સૂચના આપી હતી અને નીતિ નિયમોની અમલવારી ન થઈ હોય તેવા સ્ટ્રક્ચર્સને પાણી, ગટર તેમજ વિજળી વગેરે કનેક્શન ન આપવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જે એકમો અથવા ઔદ્યોગિક વસાહતોમાં એકથી વધુ વખત આગના બનાવો બનેલા હોય તેવી ઘટનાઓની નોંધ લઇ કયા કારણોસર આગ લાગે છે તેનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ બિનઅધિકૃત બાંધકામો માટે લોન નહીં આપવા બેંક નેં પત્ર લખ્યો છે ત્યારે કલેકટર કે ચીફ ઓફિસરે મોરબી શહેર માં બિન અધિકૃત બાંધકામ રોકવા માટે બેંક લોન ન આપે તેવો પત્ર લખ્યો છે? જો ન લખ્યો હોય તો તાત્કાલિક લખે! માત્ર સમીક્ષા કરવાથી કોઈ ને અસર થાય તેમ નથી. ત્યારે આ બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય નોમ્સ ન ધરાવતા એકમોમાં નોટિસ આપ્યા બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં પણ ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. જિલ્લામાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં નીતિનિયમો વિરુદ્ધ નવા બહુમાળી બાંધકામ ન બને તે માટે યોગ્ય કાયદાની અમલવારી કરાવવી અત્યંત આવશ્યક છે.








