
દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે. અમિત શાહને સુપ્રિમકોર્ટે ગુજરાતમાંથી તડિપાર કર્યા હતા ! સુપ્રિમકોર્ટનો આ નિર્ણય બિલકુલ ઉચિત હતો તેવું ખુદ અમિત શાહે સાબિત કર્યુ છે !
1 એપ્રલ 2024ના રોજ મેં ફેસબૂક પર પોસ્ટ લખી હતી. શીર્ષક હતું : ‘ખોડલધામ સમિતિ હવે સમાજ પર અત્યાચાર કરનારનો પ્રચાર કરશે !’ 31 માર્ચ 2024ના રોજ અમદાવાદ ખોડલધામ સમિતિના સભ્યોની ઈમરજન્સી મીટિંગ દિનેશ કુંભાણીની ઓફિસે રાખવામાં આવેલ. CM પણ હાજર હતા. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જીતાડવાની હાકલ કરવામાં આવી. પટેલ પરિવારોના ઘેર ઘેર જઈ પ્રચાર કરવા પાટીદારોને સૂચના આપી હતી. તેથી મેં પ્રશ્ન ઉઠાવેલ કે અમિત શાહની સૂચનાથી, 2015માં, પોલીસે પાટીદારોના ઘેર ઘેર જઈ બહેન-દીકરીઓને અપમાનજનક ગાળો આપી હતી, લાઠીચાર્જ કરેલ. મિલકતને નુકસાન કરેલ. સમાજના 14 દીકરાઓ પોલીસે ગોળીઓથી વીંધી નાખ્યાં, આ ગોળીબારનો હુકમ આપનાર અમિત શાહનો ઘેર ઘેર જઈ પ્રચાર કરવા ખોડલધામ સમિતિ કહે તે કેટલે અંશે ઉચિત? સમાજના આગેવાનો પોતાના સ્વાર્થ માટે સમાજનો દુરુપયોગ કરે છે. ખોડલધામ/ ઉમિયાધામ/ સરદારધામના નેતાઓને અમિત શાહ, સરદાર પટેલ કરતાં મહાન લાગે છે ! આ ત્રણેય સંસ્થાઓના નેતાઓ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવ્યું છતાં એક પણ શબ્દ બોલી શક્યા નથી ! આ ત્રણેય સંસ્થાઓના નેતાઓ પાટીદારોને મૂરખ બનાવે છે ! સમાજના નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે સત્તા આગળ આળોટવા પણ તૈયાર થઈ જાય છે ! સમાજના કલ્યાણ માટે ઊભી કરેલી સંસ્થાઓ પણ સમાજના શત્રુઓની પગચંપી કરવા ઉત્સુક બની જાય છે ! સમાજના સામાન્ય લોકોને કનડતા પ્રશ્નો/હેરાનગતિઓ અંગે સમાજના આગેવાનોને કોઈ મતલબ હોતો નથી ! માત્ર પાટીદાર સમાજના નેતાઓ જ તળિયા વગરના/ સ્વમાનહીન છે તેવું નથી. ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓને નીચાજોણું થાય તેવી જાહેરમાં ટિપ્પણી કરનાર પરશોત્તમ રુપાલાને પણ છાવરનાર ક્ષત્રિય સમાજના નેતાઓ જ છે ! કડવું સત્ય એ છે કે કોઈ પણ સમાજના નેતાઓ પર દ્રષ્ટિ કરો, પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાપક્ષની ચાપલૂસી કરવામાં પાછી પાની કરતા નથી !
આ પોસ્ટના કારણે સુરતના ઉદ્યોગપતિઓને માઠું લાગી ગયું. તેમાં મારા એક મિત્રએ ફોન કરીને આ પોસ્ટ ડીલીટ કરવા મને અતિ આગ્રહ કર્યો. મેં કહ્યું કે પોસ્ટમાં જે લખ્યું છે તેમાં મેં કંઈ વાંધાજનક લખ્યું નથી.
અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, તે આપણા સૌ માટે શરમજનક બાબત છે ! કેમકે અમિત શાહે ઐતિહાસિક લીડથી ચૂંટણી જીતવા ગુજરાતના ટોચના ગુંડાઓની સેવા લીધી ! જુહાપુરાના ફતેવાડીમાં ખાનગી પોલિંગ બૂથ ખોલી નાણાની વહેંચણી કરી મતદારોને મત આપતા અટકાવ્યા ! આદર્શ આચાર સંહિતાનું વસ્ત્રાહરણ કર્યું. અમિત શાહે ગુજરાતના Notorious-કુખ્યાત ગુનેગાર, ધારાસભ્યના હત્યારા અને આજીવન કેદમાંથી ખોટી રીતે મુક્ત કરાયેલ અનિરુદ્ધસિંહ જાડેજા/ અઝહર કીટલી/ સરફરાજ કીટલી વગેરે મહાગુંડાઓના અધ્યક્ષસ્થાને મતદાનના બે દિવસ પહેલા ‘મતદાન બહિષ્કાર સંમેલન’નું આયોજન કરાવ્યું ! મુસ્લિમો કોંગ્રેસને મતદાન ન કરે તે હેતુ હતો. મતદાનના દિવસે મુસ્લિમોને અજમેર દરગાહના દીદાર કરાવવા પણ લઈ ગયા ! RTI એક્ટિવિસ્ટ નદિમ સૈયદના હત્યારા ‘કાલુ ગરદન’ નામના ગુંડાને જેલમુક્ત કર્યો જેણે બૂથ નંબર-226 ઉપર મતદારોને રોક્યા હતા ! પોલીસે ‘કાલુ ગરદન’ સામે કોઈ પગલા ન લીધાં. મુસ્લિમોને ડરાવી/ ધમકાવી/ લાલચ આપી મતદાનથી દૂર રાખ્યા ! દેશના ગૃહમંત્રી આવું કરાવે તે શરમજનક કહેવાય કે નહીં? વિચારો, અમિત શાહને ‘સરદાર કરતા મહાન’ માનનારની માનસિકતા કેવી હશે? ચૂંટણી પરિણામના દિવસે, 4 જૂન 2024ના રોજ, જરા પણ આશ્ચર્ય પામશો નહી; ગૃહમંત્રી અમિત શાહનો ઐતિહાસિક વિજય થવાનો છે; અને તેનો શ્રેય ગુંડાઓના પરિશ્રમને આપવો પડશે !rs

[wptube id="1252022"]





