
બુટલેગર નો નવો કિમીઓ પણ ફેલ: હળવદ ના સાપકડા ગામે ઘરના ફળિયામાં દાટેલો દારૂનો જથ્થો પોલીસ ઝડપી લીધો
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપકડા ગામે રહેતા રસિક ઉર્ફે લાલો કોળીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાનના ફળિયામાં ખાડો કરી દાટીને દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય પોલીસે ફળિયામાં ખાડો ખોદીને છુપાવી રાખેલ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો
જેમાં પોલીસે અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૫૭ કીમત રૂ ૨૫,૨૯૫ નો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી રસિક ઉર્ફે લાલો રામાભાઈ નંદેસરીયા (ઉ.વ.૩૦) રહે નવા સાપકડા તા. હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]