KESHOD
નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં જલારામ મંદિર કેશોદ ખાતે યોજાતા 90 દર્દી ને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા
જલારામ મંદિરે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજરોજ યોજાયેલા મેગા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનદાતા કેશોદ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘનાં વિરમભાઇ કરંગીયા, કિશોરભાઈ મહેતા, નાંઢા સાહેબ દીનેશ કાનાબાર,રમેશભાઈ,ડો સ્નેહલ તન્ના,મામલતદાર ત્રિવેદી સાહેબ, ડો પરિતોષ પટેલ સાહેબ, મોહનભાઈ ઘોડાસર, હેમંત ઘેરવરા હરીશ રામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં કેશોદનાં સેવાભાવી અને મંદિરનાં સભ્ય એવા ડૉક્ટર ઉમેશભાઈ ભટ્ટ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.નેત્ર નિદાન કેમ્પમાં 280 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને 90 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]




