KUTCHMUNDRA

મુન્દ્રા રોટરી હોલ ખાતે યોજાયેલ કેન્સર નિદાન કેમ્પમાં 170 લોકોની અયોગ્ય તપાસ કરાઇ

૨ – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- રામનવમીના પાવન દિવસે મારવાડી યુવા મંચ (મુન્દ્રા પોર્ટ શાખા) દ્વારા રોટરી હોલ ખાતે યોજાયેલ નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં 170 લોકોની વિવિધ પ્રકારની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. સાથે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા સંચાલિત કેન્સર સ્ક્રિનિંગ વેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેને છેલ્લા 8 વર્ષમાં ભારતભરમાં 3 વખત પ્રવાસ કર્યો છે અને 10 લાખથી વધુ કેન્સર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 7000થી વધુ લોકોને પ્રારંભિક તબક્કે કેન્સરના નિદાન થકી સમયસર સારવાર શરૂ કરી શકાઈ હતી.મુન્દ્રા ખાતે યોજાયેલ કેમ્પને નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, ડેપ્યુટી કમિશનર (કસ્ટમ – આઈ.આર.એસ) પવનકુમાર તથા સ્થાપક અધ્યક્ષ (ગુજરાત પ્રાંત) નંદલાલ ગોયલના હસ્તે દીપ પ્રાગટય કરીને ખુલ્લું મુકયું હતું. આ પ્રસંગે કિશોરસિંહ પરમારે મંચ દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક અને જીવદયાને લગતી સેવાકીય કાર્યોની સરાહના કરી શુભેચ્છા પાઠવી હતી.કેમ્પમાં પ્રાંતના પ્રમુખ શ્રીમતી મીનુ ગોયલ, કેન્સર પ્રોજેકટના કોઓર્ડિનેટર નવીન શર્મા, લેન્ડમાર્ક સીએફએસના વાલજી લાખાણી, દેવરાજ લાખાણી, ગાંધીધામ મંચના ચેરમેન રોશન ગોયલ, મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, રોટરી ચેરીટેબલ સોસાયટીના પ્રમુખ ભુપેન મહેતા, રોટરી ક્લબના પ્રમુખ સુનિલ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોષી, નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, સંજય ઠકકર, રેડક્રોસના ચેરમેન સચિન ગણાત્રા, ગૌ રક્ષા કેન્દ્રના રતન ગઢવી, મુન્દ્રા મંચના સ્થાપક પ્રમુખ સુધીશ બોલા અને નવનિયુક્ત પ્રમુખ દિનેશ અગ્રવાલ તથા સમગ્ર મારવાડી યુવા મંચના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત પ્રાંત અધ્યક્ષ નંદલાલ ગોયલે નવા વરાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. સ્થાપક પ્રમુખ સુધીશ બોલાએ કેમ્પના સહયોગી ડો. વિશાલ બિસેન (સામવેદા ઈન્ડિયા) અને ડો. કુંદન મોદી (ગીતા હોસ્પિટલ)ની ટીમનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button