
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ ઇસરી હાઈસ્કૂલ ખાતે પણ વિધાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શાળા મહા શાળાઓ માં પણ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે યોગ દિવસની ઉજવણી મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા નવ થી બારના વિધાર્થીઓ એ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો, સાથે શાળાનો પરિવાર પણ આ યોગ દિવસની ઉજવણીમાં જોડાયો હતો શાળામાં વિવિધ આસનો તેમજ યોગ વિધાર્થીઓ ને શાળાના શિક્ષક દ્વારા કરાવવામાં આવ્યા હતા તેમજ વિધાર્થીઓ ને યોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી છેલ્લે શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલ દ્વારા યોગ અંગે વિધાર્થીઓ પાસે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. છેલ્લે શાળા પરિવાર દ્વારા યોગદિવસની ઉજવણીમાં ભાગ લીધેલ સૌ વિધાર્થીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો








