
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવી ઇસરી પાસે વાંટા ગામે આવેલ ડીપ ની જગ્યાએ મોટો પુલ બનાવવા ની માંગ સાથે ગ્રામજનો એ રામ ધૂન બોલાવી ડીપ પર બેસીને વિરોધ દર્શાવ્યો

સરકારના હાલ વિવિધ કામોની મજૂરી થી ખાતમુહર્ત થઇ રહ્યા છે અને રાજકીય પક્ષો પણ રસ લઇ ને કામો ના મુહર્ત કરી રહ્યાં છે પરંતુ જ્યાં કામ શરુ કરી દેવામાં આવે છે પણ કામ થતું નથી ત્યારે મેઘરજ તાલુકામાં નવી ઇસરી ગામે થઇ વાંટા ગામે જ્યાં ડીપ આવેલો છે જે છેલ્લા કેટલાય સમય થી તૂટી ગયેલ છે અને ચોમાસાની ઋતુમાં આ ડીપ પરથી છ ફૂટ જેટલું પાણી પણ વહેતુ હોય છે ત્યારે વાંટા ગામે ગ્રામજનો એ નાના ડીપ પર બેસી રામ ધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.

ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ વાંટા ગામે ડીપ ની જગ્યાએ નવીન પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે પણ કામ કેમ શરુ નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા ત્યારે એ પણ જણાવ્યું હતું કે અહીં ચોમાસામાં વિધાર્થીઓ ને શાળામાં જવા મુશ્કેલી પડે છે કોઈ સુવાવડ વારિ બહેન હોય તો પણ તેને દવાખાને લઇ જવા મજબુર બનવું પડે છે જેને લઇ નવીન પુલ બનાવવા માટે ગ્રામજનો એ ડીપ પર બેસી ને વિરોધ દર્શાવી રોષ વ્યકત કર્યો હતો અને જો ઝડપથી કામ નઈ થાય તો આગામી સમયે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યાર હાલ તો ઝડપથી ડીપ ની જગાએ પુલ બનાવા માંગ કરી રહ્યા છે








