અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના વાણીયાવાડા શિવશક્તિ સખી મંડળ દ્વારા વૃક્ષોને બચાવા અને ગ્લોબલ વોર્મિંગ ની અસર ને અટકાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું
મેઘરજ તાલુકાના વાણીયાવાડા શિવશક્તિ સખી મંડળ દ્વારા વૃક્ષોને બચાવા અને ગ્લોબલ વોર્મિંગ ની અસર ને અટકાવવા હેતું થી મહિલાઓ દ્વારા નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું

હાલ સમગ્ર ભારત દેશની કોઈ સમસ્યા હોય તો તે છે ગ્લોબલવોર્મિંગ ની અને જે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી મેઘરજ તાલુકા મિશન મંગલ શાખા દ્વારા મંડળ ને વાત કરતા પર્યાવરણ ને બચાવવા માટે સખી મંડળ ની મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ લાવી સીડબોલ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જ્યાં ચોમાસા માં જે જગ્યાએ વરસાદ થશે ત્યાં આ સીડબોલ નાખીશું જ્યાં ફરીથી વૃક્ષો ઉગશે અને હરિયાળી વાતાવરણ બનશે તે હેતુ થી વાણિયાવાડા શિવશક્તિ સખી મંડળ દ્વારા શિવરાજપુર કંપા ખાતે અભિયાન હાથ ધર્યું હતું
વિવિધ પ્રકારના વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા જેમાં કરંજ, ગરમારો, ખાટી આંબલી, ગોરસ આમલી, દેશી બાવળ, બોરસલી, ગુલમહોર,વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા ત્યાર પછી બીજ ને પ્રોસેસિંગ માટે માટી તેમજ છાણ સાથે પાણી થી સીડબોલ બનાવી અલગ અલગ બીજ ને છાણીયાખાતર અને માટીના બનાવેલા સીડબોલમાં મુકવામાં આવ્યા હતા. જે સીડબોલ બનીગયેલ હતા તેણે હવે ચોમાસાના સમય નજીક છે જ્યાં જે વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ નથી ત્યાં આ સીડબોલ નાખી ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડી એક નવીન હરિયાળી બનાવવા તેમજ પર્યાવરણ માં ઓક્સિજન નું પ્રમાણવધે અને પર્યાવરણ શુદ્ધ બને તે હેતુ થી ખાસ સખી મંડળ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સખી મંડળની મહિલાઓ તેમજ મેઘરજ તાલુકા કક્ષાએ થી મિશન મંગલમ કક્ષાએથી કર્મચારીઓ હાજર રહી અભિયાન ને સફર બનાવ્યું હતું








