ARAVALLIMEGHRAJ

મેઘરજ : નવાગામ (ઇસરી )ખાતે શ્રી કંટાળુ હનુમાનજી મંદિરે ત્રિદિવસીય લોકમેળો યોજાશે,આંબલી અગિયારસના મેળાનું અનેરુ મહત્વ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : નવાગામ (ઇસરી )ખાતે શ્રી કંટાળુ હનુમાનજી મંદિરે ત્રિદિવસીય લોકમેળો યોજાશે,આંબલી અગિયારસના મેળાનું અનેરુ મહત્વ

હિન્દુ ધર્મની અંદર અલગ અલગ જ્ઞાતિ ની અંદર વિવિધ સંસ્કૃતિ અને રિવાજો થી ભરપૂર અનેક મહત્વ રહેલું છે ત્યારે જે પરંપરાગત રીતે આદિવાસી સમાજની સંસ્કૃતિ તેમજ માન્યતા અનુસાર જે નવાગામ ખાતે આવેલ શ્રી કંટાળુ હનુમાનજી મંદિર જે આશરે 400 વર્ષ પુરાણું મંદિર છે અને કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે અને આ મંદિર ખાતે લોકોની માન્યતા અને શ્રદ્ધા રહેલી છે જેના કારણે અહીં અનેક સમાજના લોકો શનિવાર તેમજ અન્ય દિવસો એ દર્શન માટે આવે છે ખાસ કરીને અહીં હોળીના તહેવાર પહેલા આંબલી અગિયારસનું ઘણું મહત્વ રહેલું છે આદિવાસી સમાજના અગ્રણી ના જણાવ્યા અનુસાર ખાસ કરીને આદિવાસી સમાજની અંદર જે નવદંપતી લગ્ન ગ્રંથિએ જોડાય છે અને જયારે તેમનો હોળીનો પ્રથમ તહેવાર આવે એટલે આંબલી અગિયારસ ના દિવસે આ કંટાળું હનુમાનજી મંદિર ખાતે નવદંપતિ આવે છે અને હનુમાનજી ના મંદિર ફરતે હાથમાં શ્રીફળ અને લગ્ન સમયે લગાવેલ લીલા કલરના કપડાં સાથે નવદંપતી સાત ફેરા ફળે છે અને પોતાનું લગ્ન જીવન સુખ સમૃદ્ધિ થી પસાર થાય તેવી માન્યતા સાથે આગવું મહત્વ રહેલું છે અહીં આંબલી અગિયારસ થી લઇ ને તેરસ સુધી ત્રિ દિવસીય લોક મેળો ભરાય છે અને મેળા માં ત્રણ દિવસ સુધી આજુબાજુ તેમજે રાજેસ્થાન થી લઈને બનાસકાંઠા સુધી ના લોકો મેળાને નિહારવા અને માણવા આવે છે તેમજ આજુબાજુ ના ગામડાના લોકો પણ અહીં મેળામાં આવતા હોય છે મેળાની અંદર ખાસ કરી આદિવાસી સમાજની ભાતીગર સંસ્કૃતિના જોવા મળે છે મેળામાં ઢોલ સાથે નૃત્ય કરી હોળીના તહેવારના ભણાકાર થવા લાગે છે આ સાલે પણ આંબલી અગિયારસ, બારસ, તેરસ એમ ત્રણ દિવસ ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

[wptube id="1252022"]
Back to top button