ARAVALLI

અરવલ્લી જિલ્લાના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને ઈ. ઈ.એમ. આર આઈ દ્વારા અરવલ્લી જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અરવલ્લી જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ નાં તમામ પશુ ચિકિત્સકો અને પાયલોટ કમ ડ્રેસર તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઇ સુથાર દ્વારા જુદા જુદા ગામોમાં અંદાજિત ૪૦ થી વધુ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તેની જાળવણી કરવા તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button